વાવડી રોડની સોસાયટીનો પાણી પ્રશ્ન હલ કરતી મોરબી પાલિકા

- text


પાણી પ્રશ્ન હલ.થતા સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરનું સન્માન કર્યું

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય હોવાથી સ્થાનિકોએ મોરબી નગરપાલિકામાં રજુઆત કરી હતી અને નગરપાલિકા ચીફ ઓફિસરે અંગત રસ લઈને પાણી પ્રશ્ન હલ કરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

મોરબીના વાવડી રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી ,મારુતિ નગર સોસાયટી, વાટિકા સોસાયટી, સંત કબીરનગર સહિતની સોસાયટીઓમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય હતી અને આ રહીશોનું ટોળું નગરપાલિકા તેમજ કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી. આથી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના તંત્રએ આ સોસાયટીઓનો પાણી પ્રશ્નનો બહુ જ ટૂંકા ગાળામાં હલ કરતા આ સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કરી તેમને ફૂલહાર કરી સન્માન કરાયું હતું.

- text

- text