મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી કથામાં 180 લોકોએ રક્તદાન કર્યું

- text


સંસાર રામાયણ કથામાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં સંતોએ પણ કર્યું રક્તદાન

મોરબીઃ મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલી રહી છે. ત્યારે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કથા દરમિયાન રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરીને સેવાકીય કાર્યમાં સહભાગી થયા હતા.

- text

રામેશ્વર ફાર્મમાં ચાલી રહેલી સતશ્રીની કથામાં ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં સંસારની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ- મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં 180 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. સતશ્રી સાથે પધારેલ સર્વ મંગલ સ્વામી સહિતના તમામ સંતો તેમજ તમામ વ્યવસ્થાપક સ્ટાફ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું. હેતલબેન પટેલની પુત્રી દ્રષ્ટિના જન્મ દિવસ હોવાથી તેઓના તરફથી તમામ રક્તદાતાઓને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. બ્લડ એકત્ર કરવા માટે સંસ્કાર બ્લડ બેન્ક અને અનસ્ટોપેબલ વોરિયર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.

- text