આ તો માળિયા મીયાણા તાલુકો, ગમે ત્યારે રોડ ઉપર ભુવા પડે!

- text


માળિયા (મી.) : માળિયા મીયાણા તાલુકાનુ નામ આવે એટલે તરત તે તાલુકામાં થતી કોન્ટ્રાક્ટરની રસ્તાની કામગીરી યાદ આવે. અહીં સરકારની ગ્રાન્ટનો કેવો ઉપયોગ થાય છે તે તો સૌ કોઈ જાણે છે. ત્યારે અઢળક ફરીયાદો થાય છે, પણ તપાસ ના નામે મીંડું હોય છે.

માળિયા મીયાણા પંથકમાં બની રહેલા ડામર રોડની ગુણવત્તા અને આડેધડ કામગીરીની હજી તપાસ શરૂ નથી ઈ થઇ ત્યાં તો જામનગર-માળિયા મુખ્ય હાઇવે રોડ પર ભુવો પડેલો નજરે દેખાય રહ્યો છે. નવાઈ પમાડે તેવી વાત એ છે કે આ ભુવો ઉપરથી બે ફુટ જેટલા ડામરનું મુખ બની ગયું છે, અને અંદરથી સાત ફુટનો ભુવો મુખ્ય હાઇવે પર છે. મોટા વાહનોની સતત અવરજવર વચ્ચે મોટો અકસ્માત થાય તેની રાહ જોવાઈ રહી હોય, તેમ માત્ર 500 મીટરના અંતરે જે હાઇવેની ઓથોરિટી છે, તેમની ઓફિસ આવેલી છે છતાં પણ જાણે માળિયા મીયાણા પંથકમાં જૈસે થેની નિતી અપનાઇ રહી હોય તેવું સ્પષ્ટપણે આ ભુવો જોતા લાગી રહ્યું છે.

આ ભુવાની ગંભીરતા જોઇને ત્યાંથી પસાર થતા વાહનચાલકો દ્વારા પથ્થરો મુકવામાં આવ્યા હતાં છતાં પણ 500 મીટરના અંતરે આવેલ હાઇવે ઓથોરિટીને આખેઆખો માણસ અંદર સમાઈ જાય તેવો મુખ્ય હાઇવે પર ભુવો નજરે નથી ચડતો એ અચરજ પમાડે તેવું સાબિત થઇ રહ્યું છે.

- text

મોટો અકસ્માત સર્જાય અને અમુલ્ય માનવ જીવન હણાય તે પહેલાં કામગીરી તાત્કાલિકના ધોરણે શરૂ કરી દેવામાં આવે, તેવી તાલુકાના લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

- text