સિરામીક ફેકટરીમાં મહિલાનો મોબાઈલ નંબર માંગી પિતા -પુત્રોએ મહિલાના પતિને છરી હુલાવી

- text


ઉંચી માંડલ નજીક પનારા સિરામીક ફેકટરીમાં બનેલો બનાવ : આરોપીઓ પોલીસ ગિરફતમાં

મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી સિરામીક ફેકટરીમાં કામ કરતી મહિલાનો મોબાઈલ નંબર માંગ્યા બાદ આરોપી પિતા – પુત્રોએ મહિલાના પતિને માર મારી છરી હુલાવી દઈ જાનથી મારી નાંખવા ધમકી આપતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ત્વરિત કામગીરી કરી ત્રણે પિતા પુત્રોને ગિરફતમાં લીધા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ પનારા સિરામીક ફેકટરીમાં કામ કરતા દિપાંજલી અરેન્દ્ર પોરવાલા પાસે અહી ફેકટરીમાં સાઈઝ માસ્ટર તરીકે કામ કરતા કરીમભાઇ ઉદેદાદભાઇ મકરાણીએ મોબાઇલ નંબર માંગતા દિપાંજલીબેને આ અંગે તેમના પતિ અરેન્દ્ર મનહરસિંહ પોરવાલાને કહેતા આરોપી કરીમભાઈ અને અરેન્દ્રસિંહને બોલાચાલી થઈ હતી. જો કે આરોપી કરીમે અન્ય મહિલાનો નંબર માંગ્યો હોવાનું જણાવતા બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

- text

બાદમાં તા.19ના રોજ સાંજના સમયે સમાધાન થઈ ગયું હોવા છતાં આ બાબતનો ખાર રાખી આરોપી કરીમભાઇ ઉદેદાદભાઇ મકરાણી, તેમનો પુત્ર ઇરફાનભાઇ કરીમભાઇ મકરાણી અને સમીરભાઇ કરીમભાઇ મકરાણી, રહે.બધા હાલ મોરબી બોરીચા વાસ લીલાપર રોડ નાની ગૌશાળા પાછળ વાળા અચાનક કારખાનાના લોડિંગ પોઇન્ટ પાસે ધસી આવ્યા હતા અને અરેન્દ્રભાઈ તથા તેમના પત્ની દિપાંજલી સાથે ઝઘડો કરી કરીમભાઈએ લાકડાની પટ્ટી વડે માર મારી તેમના પુત્રોએ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા અરેન્દ્રભાઈને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

ઘટના અંગે અરેન્દ્રભાઈના બનેવી શુભમભાઇ નારાયણભાઇ સોલંકીએ ત્રણેય પિતા – પુત્રો વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ત્રણેયની તાત્કાલિક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text