ટંકારામાં લાયન્સ કલબ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ટંકારામાં કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી સી ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ
લા.અમરસીભાઈ અમૃતિયા
લા મહાદેવભાઈ ચિખલિયા પ્રોજેક્ટ ચેરમેન લા. પ્રાણજીવનભાઈ રંગપડિયા સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફર, કેશુભાઈ હાજર રહેલ હતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો પર્યાવરણ જાગૃતિ અભિયાનની વર્ષાનું આગમન થાય તે પહેલા જ વૃક્ષારોપણનો શુંભારંભ કર્યો હતો.આ પ્રોજેક્ટમાં કેશુભાઈ દેત્રોજા અને સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા .રમેશભાઇ રૂપાલાનુ પૂરું માર્ગદર્શન મળ્યું હતું.

આ સાથે ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ સારો સહયોગ મળેલ તેમ પ્રમુખની યાદીમાં જણાવેલ હતું.

- text

 

- text