મોરબીમાં મધ્યરાત્રીએ વિદેશી દારૂથી છલોછલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

- text


સીટી એ ડિવિઝન પોલીસે રેલવે કોલોની સામેથી રીટઝ કારમાં ભરેલી મેકડોવેલ અને આરસી બ્રાન્ડ દારૂની 372 બોટલ કબ્જે કરી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે મધ્યરાત્રીએ રેલવે કોલોની નજીકથી વિદેશીદારૂથી છલોછલ ભરેલી કાર સાથે બે શખ્સોને રંગે હાથ ઝડપી લઈ અલગ-અલગ બ્રાન્ડની 372 બોટલ સાથે કાર સહિત રૂપિયા 3,58,640નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે સેન્ટમેરી સ્કૂલથી રેલવે સ્ટેશન તરફ એક દારૂ ભરેલી મોટર કાર આવી રહી હોવાની બાતમી મળતા વોચ ગોઠવતા રેલવે કોલોની નજીકથી ઉપરોક્ત વર્ણનવાળી મારુતિ રીટઝ કાર અટકાવી તલાસી લેતા કારમાંથી આકીબ હુસેનભાઇ મીર, રહે.વજેપર અને ભુપેન્દ્ર જયસુખભાઇ વાઘેલા, રહે.કાલિકા પ્લોટ વાળા દારૂના વિશાળ જથ્થા સાથે મળી આવ્યા હતા.

વધુમાં સીટી એ ડિવિઝન પોલીસે કારમાંથી મેકડોવેલ નંબર વનની બોટલ નંગ – 240 કિંમત રૂપિયા 90,000 તેમજ રોયલ ચેલેન્જ બ્રાન્ડની 132 બોટલ કિંમત રૂપિયા 68,640 તેમજ રીટઝ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3,58,640નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- text