13 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.13 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સુવાદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

- text

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1675 અને ઊંચો ભાવ રૂ. 2480, ઘઉંની 620 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 462 અને ઊંચો ભાવ રૂ. 538, મગફળી (ઝીણી)ની 33 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1229 અને ઊંચો ભાવ રૂ. 1264, જીરુંની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2500 અને ઊંચો ભાવ રૂ.4118,સુવાદાણાની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1296 અને ઊંચો ભાવ રૂ.1340,ધાણાની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1500 અને ઊંચો ભાવ રૂ. 2022,કલોનજીની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2661 અને ઊંચો ભાવ રૂ.2661 છે.

વધુમાં,તુવેરની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.701 અને ઊંચો ભાવ રૂ.1055,ચણાની 135 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.600 અને ઊંચો ભાવ રૂ. 880,એરંડાની 44 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1374 અને ઊંચો ભાવ રૂ. 1404,રાયની 18 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1242,રાયડોની 31 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1236 અને ઊંચો ભાવ રૂ.1245 છે.

- text