મોરબી : ગમખ્વાર અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરતી સરકાર

- text


 

મંત્રી બ્રિજેશ મેરજાએ તાકીદે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું, જેને પગલે સરકારે સહાય જાહેર કરી

મોરબી : મોરબી- માળિયા હાઇવે ઉપર થયેલા અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. સાથે ડઝનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારને 4 લાખ અને ઇજાગ્રસ્ત થનારને રૂ. 50 હજારની સરકારે જાહેરાત કરી છે

મોરબી માળીયા હાઇવે આજે રક્ત રંજીત બન્યો છે. માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતમાં એક ગાડીનું ટાયર ફાટયા બાદ બીજી ગાડી સાથે અકસ્માત થવાની સાથે કચ્છ તરફ જતી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ગાડી અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજવાની સાથે ડઝનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજયમંત્રી મેરજા, સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા અને મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાંમાં સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

આ અકસ્માત અંગે બ્રિજેશભાઈ મેરજાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓએ તાકીદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને સહાય અંગે રજુઆત કરતા આ ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યકત કરી અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

- text

- text