યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર્સ ડેની વિશિષ્ટ ઉજવણી

- text


વૃદ્ધાશ્રમની માતાઓને સાડી તેમજ અન્ય વસ્તુઓ અર્પણ કરી

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારો અલગ અલગ રીતે ઉજવી અનોખી પહેલ કરતું હોય છે. ત્યારે આજે મધર્સ ડેની પણ વિશિષ્ટ ઉજવણી કરી હતી. જેમાં ગ્રુપના સભ્યોએ વૃદ્ધાશ્રમની માતાઓને સાડી તેમજ અન્ય વસ્તુઓ અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા.

‘જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત્ મા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે. કોઈ પણ દેશ હોય પુર્વ કે પચ્શિમ, દરેક જ્ગ્યાયે માતાનુ મહત્વ ઘણુજ છે. માતાનુ સ્થાન ઉચ્ચું છે. શાસ્ત્રમા પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે. દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જીવન છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા દરેક તહેવારો અલગ રીતે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા હંમેશા કટિબદ્ધ હોય છે. ત્યારે આજે મધર ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા વિશિષ્ટ ઉજવણી કરતા આજે માતૃવંદના દવારા માતૃશક્તિનો ઋણ ચુકવાનો, માતા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવાના અવસર નિમિતે મોરબી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેલ માતાઓને સાડી સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

- text

- text