પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર માતા, મામાની ધરપકડ

- text


સગીરવયની દીકરીના પ્રેમપ્રકરણની જાણ થતા હત્યાને અંજામ આપનાર બન્ને મામા મહેન્દ્રનગર ચોકડી નજીક અને માતાની પોલીસ મથકેથી ધરપકડ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર શીતળામાતાના મંદિર નજીક રહેતા અને 181 અભયમ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર સગીર યુવતીની માતા અને બે મામાની સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ગઈકાલે 181 એમ્બ્યુલન્સમાં નોકરી કરતા મિતેષ ભરતભાઈ કુબાવત નામના યુવાનના બુલેટ સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જ્યા બાદ મહિલા સહિતના બે શખ્સોએ આઈ-10 ગાડીમાં અપહરણ કરી ઢોર માર મારતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે યુવાનના માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે પોતાના એકના એક પુત્રની હત્યા મામલે આરોપી મીનાબેન બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને ધર્મેશ બાલુભાઈ વિડજા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

આ ચકચારી બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગત રાત્રીના સગીર યુવતીના મામા ધર્મેશ અને પરેશ વિડજાની મહેન્દ્રનગર ચોકડી ખાતેથી તેમજ સગીર યુવતીની માતાની પોલીસ મથક ખાતેથી વિધિવત ધરપકડ કરી હત્યાના ચકચારી બનાવામાં તાકીદે આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

- text