હળવદના કોયબા ગામની સીમમાંથી પીડીનો વિદેશી દારૂ પકડી પાડતી મોરબી એલસીબી

- text


દરોડા દરમિયાન આરોપી પોબારા ભણી ગયો

મોરબી : હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી પીડી ઉપનામ ધારીના કબ્જા ભોગવટા વાળી વાડીમાંથી વિદેશી દારૂની 82 બોટલ ઝડપી લીધી હતી. જો કે, આરોપી નાસી છૂટ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના આદેશ અન્વયે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલસીબી ટીમે પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ તથા શકિતસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં આવેલ પ્રવિણસિંહ ઉર્ફે પીડી ધીરૂભાઇ ચૌહાણની વાડીની ઓરડીમા દરોડો પાડી મેક્ડોવેલ્સ નં.1 સુપીરિયર વ્હીસ્કીની બોટલો નંગ-82 કિ.રૂ.30,750નો જથ્થો ઝડપી લીધો હતો.

જો કે, દરોડા દરમિયાન આરોપી પ્રવિણસિંહ ઉર્ફે પીડી ધીરૂભાઇ ચૌહાણ નાશી જતા આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઇ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સુરેશભાઇ હુંબલ શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામા આવી હતી.

- text