માધાપરવાડી શાળાની ધો. 8ની છાત્રાઓએ કેક કાપી વિદાય વેળાને યાદગાર બનાવી

- text


વિદ્યાર્થીનીઓએ શાળાને પંખો અર્પણ કરી શાળા પરિવારનો આભાર માન્યો

મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. બાળાઓએ દેશભક્તિ અભિનય ગીત રજૂ કરી શાળામાં મેળવેલા શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા. અને કેક કાપી વિદાય સમારંભને યાદગાર બનાવ્યો હતો.

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે. વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે. તેથી, વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબ જ હોય છે.

ત્યારે મોરબીના માધાપરવાડી કન્યા શાળાના સ્ટાફ દ્વારા ધો. 8ની 51 વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભને યાદગાર બનાવવા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં બાળાઓએ અભિનયના ઓજસ પાથરી આઠ વર્ષ સુધી મેળવેલ શિક્ષણના સંભારણા રજૂ કર્યા હતા. વિદાય પામનાર ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ બાળાઓ માટે રસ પુરીના ભાવતા ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તથા ડી.ડી.બાવરવા તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પોતપોતાની યાદી શાળામાં જળવાઈ રહે એ માટે પંખો અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યોં હતો.

- text

- text