મોરબીના વાવડી રોડ અને લાતીપ્લોટમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ અને વાવડી રોડ ઉપર અલગ અલગ બે બનાવમાં બે શખ્સોને વિદેશી દારૂની કુલ 6 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવીઝન પોલીસ ટીમે લાતીપ્લોટ શેરી-4માંથી બહાદુરભાઇ ગીરધરભાઇ ડાભીને વિદેશી દારૂની રોયલ ગ્રૈન્ડર મેટ્રો લીકરની 4 અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની એક બોટલ મળી કુલ 1500ની કિંમતની 5 બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જયારે બીજા દરોડામાં મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર સોસાયટીના નાકા પાસેથી સાબીરભાઈ કાસમભાઈ કાસમાણીને વિદેશી દારૂની વેટ-69 બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text