બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર ત્રિપુટી તૂટી પડી

- text


વાંકાનેરના વિઠ્ઠલપર ગામે યુવાનના ઝઘડામાં વચ્ચે પડેલા કાકાનું માથું ફોડી નંખાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે ઘર પાસેથી દરરોજ ફૂલ સ્પીડે બાઈક લઈને નીકળતા આરોપીને ટપારતા આ યુવાનના ભાઈ સહિતની ત્રિપુટી ઝઘડો કરી યુવાનને માર મારવાની સાથે ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા કાકાનું માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયાના ઘર પાસેથી સંજય ગોવિંદ સારલા નામનો યુવાન ફૂલ સ્પીડે બાઈક લઈને નીકળતો હોવાથી દિનેશભાઇએ ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી સંજયના ભાઈ વિજય ગોવિંદભાઇ સારલા, નવઘણ ઉર્ફે લાલો મનજીભાઇ સારલા અને પ્રવિણ ઉર્ફે કાનો મનજીભાઇ સારલારહે.બધા વિઠ્ઠલપરવાળાઓએ દિનેશભાઇ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

- text

દરમિયાન ફરિયાદી દિનેશભાઇ શામજીભાઇ વીંજવાડીયાએ ઝઘડા અંગે તેમના કાકા ગણેશભાઇને જાણ કરતા તેઓ બનાવ સ્થળે આવી ગયા હતા અને આરોપીઓને ઝઘડો નહીં કરવા સમજાવતા ત્રણેય ઈસમો દિનેશભાઇ અને તેમના કાકા ગણેશભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને ત્રિપુટીએ ગણેશભાઈના માથામાં એલ્યુમિનિયમની પટ્ટી મારી દેતા ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે દિનેશભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text