રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયા અનુસાર ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ માં જામનગર થી તા. 29 થી 28 મે સુધી (30 એપ્રિલ સિવાય) અને તિરુનલવેલીથી બીજી મે થી 31 મે સુધી (તા. 3 મે સિવાય) એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

- text

આ સાથે ટ્રેન નંબર 19218/19217 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળ થી તા. 3 થી તા. 2 જૂન સુધી અને બાંદ્રાથી તા. 2 મે થી તા. 1 જૂન સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

- text