મોરબીમાં બે ચોરાઉ બાઈક સાથે કિશન ઝડપાયો

- text


અમદાવાદના વતની યુવાને ઘુંટુ રોડ અને મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક ચોર્યાની કબૂલાત

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ઘુંટુ નજીક વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળેલા યુવાનને રોકી પૂછપરછ કરતા બે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસ ટીમે મૂળ અમદાવાદ જિલ્લાના વતની કિશન નામના યુવાનને ત્રીજું નેત્ર દેખાડતા બે ચોરાઉ બાઈક પણ કાઢી આપ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ ટિમ દ્વારા ગઈકાલે વાહનચોરીના ભેદ ઉકેલવા ઘુંટુ ગામ નજીક વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી હતી જે દરમીયાન અમદાવાદ ઘાટલોડિયાના આંબલી ગામનો વતની આરોપી કિશન રમેશભાઇ પટેલ શંકાસ્પદ મોટર સાયકલ લઈને પસાર થતા પોલીસે અટકાવી કાગળો માંગતા આરોપીએ ગલ્લાતલ્લા શરૂ કરી વાહન અંગેના આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસ ટીમે પોકેટ કોપ મારફતે સર્ચ કરતા મોટર સાયકલ ચોરાઉ હોવાનું ખુલ્યું હતું.

- text

વધુમાં પોલીસે આરોપી કિશન રમેશભાઇ પટેલની પૂછપરછ કરતા પોપટ બની ગયેલા કિશને અન્ય એક મોટર સાયકલ ચોર્યાની પણ કબૂલાત આપતા પોલીસે રૂપિયા 50 હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ વસિયાણી, શૈલેષભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ કૈલા, રવિભાઈ કીડીયા, છત્રપાલ ગઢવી સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

- text