મોરબી જેલમાંથી ફરાર થયેલ કાચા કામના કેદીને દ્વારકાથી ઝડપી લેવાયો

- text


પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વચગાળાની રજા બાદ જેલમાં હાજર ન થયેલા ચોરીના આરોપીને પકડી જેલ હવાલે કરાયો

મોરબી : મોરબી જેલ ખાતે કાચા કામના કેદી તરીકે રહેલ મોરબી તાલુકા પોલીસ મથકના ચોરીના ગુન્હાનો આરોપી વચગાળાની રજા ઉપર ગયા બાદ પરત જેલમાં ન આવતા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આ કાચા કામના કેદીને દ્વારકાના ચરખલા ગામેથી ઝડપી લઈ જેલ હવાલે કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના ચોરીના ગુન્હામાં મોરબી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર ગત ફેબ્રુઆરી માસમાં વચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ તા.6 એપ્રિલના રોજ મુદત પૂર્ણ થયે જેલમાં હાજર ન થતા મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે દ્વારકાના ચરખલા ગામેથી કાચા કામના કેદીને ઝડપી લઈ મોરબી જેલ હવાલે કર્યો હતો.

- text

આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા, ASI પોલાભાઇ ખાંભરા,રજનીકાંત કેલા,સંજયભાઇ પટેલ, HC વિક્રસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, રામભાઇ મંઢ, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, યોગીરાજસિંહ જાડેજા PC રવિરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા વગેરે એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કરેલ હતી.

- text