મોરબીમાં અનેક સિરામીક એકમોને આગામી માસ માટે ગેસ જથ્થો ન ફાળવાતા ઉદ્યોગકારોમાં રોષ

- text


ઉદ્યોગકારોનું સવારથી હલ્લાબોલ : ચાર વાગ્યા સુધીમાં ગુજરાત ગેસ કંપની નિર્ણય જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : છેલ્લા બે મહિનાથી ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામીક ઉદ્યોગને આપવામાં આવતા કુદરતી ગેસના જથ્થામાં 20 ટકાનો કાપ મુખ્ય બાદ પ્લાન્ટ મેન્ટેન્સન ના કારણે શટડાઉન રાખનાર અનેક એકમોને આગામી મેં મહિના માટે ગેસનો જથ્થો ન ફાળવતા આજે સવારથી મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ હલ્લાબોલ કરી ચાર વાગ્યા સુધીમાં ગેસનો જથ્થો ફાળવવા માંગ કરી છે અન્યથા ઉગ્ર આંદોલન શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસના ભાવમાં ગત ઓગસ્ટ માસથી ભાવવધારાનું ગ્રહણ લગતા હાલમાં ગેસના ભાવ બમણા થયા છે આમ છતાં પણ સીરામીક એકમોની માંગ મુજબ ગેસ આપવાને બદલે ગુજરાત ગેસ કંપની દ્વારા બે મહિનાથી ઉદ્યોગની માંગ મુજબ ગેસ આપવાને બદલે કરાર કરનાર ઉદ્યોગને 20 ટકા કાપ સહન કરવા મજબુર કર્યા છે.

બીજી તરફ નેચરલ ગેસની સપ્લાયમાં એમજીઓમાં 20 ટકા કાપ મુકવાની સાથે અનેક એવી કંપનીઓ છે કે જેમને ગત મહિનામાં મેઈન્ટન્સને કારણે સીરામીક પ્લાન્ટ બંધ રાખ્યા હોય તેઓને મે મહિના માટે એમજીઓ માટે કોઈ જથ્થો જ ન ફાળવવા આવતા આજે સવારથી 250થી 300 જેટલા ઉદ્યોગકારોનો સમૂહ ગુજરાત ગેસની ઓફિસે પહોંચી ગયા હતા અને મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખોને બોલાવી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી હતી.

વધુમાં સીરામીક ઉદ્યોગકારોની યોગ્ય માંગને પગલે મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ સહિતના હોદેદારો પણ ગુજરાત ગેસ કંપની ખાતે તાકીદે દોડી ગયા હતા અને જોત જોતામાં 500થી 700 જેટલા ઉદ્યોગકારો એકત્રિત થયા હતા. જો કે, ઉદ્યોગકારોના પ્રશ્ને ગુજરાત ગેસ કંપનીના સ્થાનિક અધિકારીઓએ મૌન ધારણ કરી લીધું હતું અને સીરામીક આગેવાનોએ ગાંધીનગર ફોન ધણધણાવી સાંજે ચાર વાગ્યા સુધીમાં પ્રશ્ન ઉકેલવા માંગ કરી હતી અન્યથા ઉગ્ર આંદોલન છેડવા ચીમકી પણ ઉચ્ચારી હતી

- text

- text