ટંકારામાં પશુરોગ નિદાન-સારવાર કેમ્પ યોજી સદગત પશુ ડોક્ટરને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

- text


ટંકારા : ટંકારાના સદગત પશુ ડોક્ટર સ્વ. ડો. રમેશભાઈ જે. કાવરને સાર્થક શ્રદ્ધાંજલિ નિમિતે પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

એક કર્મઠ પશુ ડોક્ટર અને જેમને ટંકારા તાલુકામાં ખુબ જ લાંબો સમય પોતાની સર્વિસ દરમ્યાન સેવાઓ આપી હતી. તેમનુ ખુબ જ ટૂંકી માંદગીને કારણે અકાળે અવસાન થતા સર્વે ખુબ જ આધાત સાથે દુ:ખી હતા. તેમાં મોરબીનો પશુપાલન પરિવાર પણ સામેલ હતો. ડો કાવરને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકાય તે વિચારમાં સૌ હતા. ત્યારે તેમના કાર્યક્ષેત્ર ટંકારા તાલુકાના પશુપાલકો અને મૂંગા પશુઓ માટે એક મેગા પશુ સારવાર અને રોગ નિદાન કેમ્પ કરવો અને ડો. કાવરને સાચી શ્રદ્ધાંજલિ આપવા પ્રયત્ન કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

ગઈકાલે તા. ૨૮/૦૪/’૨૨ના રોજ હરબટીયાળી ગામ ખાતે સ્વ. ડો. રમેશભાઈ જે. કાવરને શ્રદ્ધાંજલિ નિમિતે પશુપાલન શાખા જિલ્લા પંચાયત મોરબી, વિવિધલક્ષી પશુ દવાખાના મોરબી, મયુર ડેરી મોરબી તેમજ પશુ પાલન પરિવાર મોરબી તેમજ હરબટીયાળી દુઘ મંડળી અને ગ્રામ પંચાયત દ્વારા પશુ સારવાર અને રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૧૭૦૦થી વધારે નાના-મોટા પશુઓને વિવિધ મેડિસિન (૨૬૪), ગાયનેક (૮૪), સર્જીકલ (૭) તેમજ ડીવાર્મિગ (૧૩૬૦)ની સારવાર તેમજ પશુઓને રસીકરણ કરવામ આવ્યું હતું. ગામલોકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કેમ્પનો લાભ લીધો હતો.

કેમ્પમાં વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો. ભરતસિંહ ગોહિલ, નાયબ પશુપાલન નિયામક ડો. કટારા, જિલ્લા પંચાયત મોરબી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. તેમજ કેમ્પ સ્થળ પર કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા પક્ષીઓના પાણી માટે વિનામુલ્યે ૪૦૦ નંગ માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text