મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા કાલે શનિવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન

- text


આ સિલેકશનમાં માત્ર મોરબીના વેક્સીનેટેડ ખેલાડીઓ જ ભાગ લઇ શકશે

મોરબી : ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા આવતીકાલ તા.30ને શનિવારના રોજ સવારે 8 થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.આ સિલેકશનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટી-શર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઈ શકશે.દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે.

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2022-23ની સીઝન માટે શનિવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે.આ સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે.આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે. તેમજ 2 ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, જોબ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ અને આધાર કાર્ડ, આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે.

- text

ઉલ્લેખનીય છે કે આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે. આ સિલેક્શનમાં આવરનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે. તેમ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબીના કોચ નિશાંત જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text