મોરબીની એલ. ઈ. ડિપ્લોમા કોલેજમાં વિદ્યાર્થીઓના વિનામુલ્યે થેલેસેમીયા ટેસ્ટ કરાયા

- text


મોરબી : મોરબીમાં રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી એલ. ઈ. કોલેજ (ડિપ્લોમા) ખાતે વિદ્યાર્થીઓના વિનામુલ્યે થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મોરબીમાં એલ. ઈ. કોલેજ (ડિપ્લોમા) ખાતે ગત તા: ૨૯-૦૪-૨૦૨૨ ના રોજ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી વિદ્યાર્થીઓ માટે થેલેસેમીયા અંગેનું માર્ગદર્શન તથા ૧૯૫ વિદ્યાર્થીઓનું વિનામુલ્યે થેલેસેમીયા ટેસ્ટનું આયોજન કરેલ હતું. કોલેજના પ્રિન્સીપાલ ડી. બી. વાગડિયા, વ્યાખ્યાતા એન. જે. કોઠારી, વી. કે. હડીયલ, ડી. કે. રાઠોડ તથા અન્ય સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક થેલેસેમિયા ટેસ્ટ કામગીરી કરેલ હતી.

- text

- text