440 વોલ્ટનો ઝટકો ખાવો હોય તો આવો મોરબીના આલાપ રોડ ઉપર

- text


પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ માનવંતા ગ્રાહકોના જીવ જોખમમાં મુક્યા : ગંભીર અકસ્માત બને તે પૂર્વે પગલાં ભરવા જરૂરી

મોરબી : મહિને દહાડે મોરબીના નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની વીજબિલની વસુલાત કરતા પીજીવીસીએલ દ્વારા મોરબીના આલાપ રોડ ઉપર માનવંતા ગ્રાહકોના જીવ જોખમમાં મુક્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીં વીજતંત્રએ ફ્યુઝ પેટી ખુલ્લી છોડી દીધી હોય નાના બાળકોથી લઈ મોટેરાઓ ઉપર ગમે ત્યારે અકસ્માત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

મોરબી શહેરના રવાપર કેનાલ રોડ,વર્ધમાન એપાર્ટમેન્ટ તરફથી આલાપ રોડ ઉપર આવેલ નવજીવન સોસાયટીના બોર્ડ પાસે છેલ્લા ઘણા સમયથી વીજતંત્રની ફ્યુઝ પેટી ખુલ્લી છે અને આ ફ્યુઝ પેટીનો રોડ તરફ નો ખૂણો એકદમ ધારદાર બની ગયો છે, જેને કારણે ભવિષ્યમાં બહુ મોટી અકસ્માત કે જાનહાનિની શક્યતા છે, આ બાબતે જેતે અધિકારીઓ ગંભીરતાથી નોંધ લઈ યોગ્ય પગલા ભરે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- text

- text