રવિવારે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની વર્ચ્યુઅલી ઉજવણી

- text


આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત આયોજન

મોરબી : મરાઠી મિત્ર મંડળ હર્મબુર્ગ ઈ.વ્હી,કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયા હર્મબુર્ગ,FIOD અને આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત વર્ચ્યુઅલી ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં ભારત,જર્મનીઅને અમેરિકાના નામી-અનામી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

મરાઠી મિત્ર મંડળ હર્મબુર્ગ ઈ.વ્હી,કન્સલ્ટ જનરલ ઓફ ઇન્ડિયા હર્મબુર્ગ,FIOD અને આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત આગામી તા.1ને રવિવારના રોજ વર્ચ્યુઅલી ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.જર્મનીના સમય પ્રમાણે 11 કલાકે અને ભારતના સમય પ્રમાણે 2:30 કલાકે ઝૂમ એપ્લિકેશન પર ID : 990 581 9356 અને પાસવર્ડ : 444444 પર વર્ચ્યુઅલી ઉજવણીમાં જોડાઈ શકાશે.આ વર્ચ્યુઅલી ઉજવણી 1 કલાક અને 30 મિનિટ સુધી ચાલશે.જેમાં જર્મની,ભારત અને અમેરિકાના નામી-અનામી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.

- text

જેમાં ભારતના ડો.જયંતીલાલ ભાડેસીઆ,દુર્વા દવે ચૌહાણ,સમીર અંતાણી,પૂજા પાંધી તેમજ જર્મનીના મૈત્રીયી મૈરલ,રશ્મિ ગવાન્દે,ઓમકાર ભાગવત,અવની મંત્રી,અનુષ્કા નાઈક,અન્વેયા અને અદવિકા હાંડે,નાયરાહ મુલવે,MMMH eVના કો-ઓર્ગેનાઈઝર અમિત મૈરલ,કો-ઓર્ગેનાઈઝર વૈભવ પંડ્યા અને FOIDના ફાઉન્ડર અને ઓર્ગેનાઈઝર ડો.ગૌતમ સાગર તથા અમેરિકાના મેહુલ છાયા,સેજલ માંકડ વૈદ્યા,ભારત સંગીત,મુકુર માંકડ અને ધવલ પરીખ વર્ચ્યુઅલી ઉજવણીના હાજરી આપશે.

- text