હળવદના વેગડવાવ ગામે લીંબડાના છાયડે જુગાર રમતા 3 ઝડપાયા

- text


હળવદ પોલીસે 45,500ની રોકડ કબ્જે કરી ત્રણ સામે ગુનો નોંધ્યો

હળવદ : આજે ઢળતી સાંજે હળવદ તાલુકાના વેગડવાવ ગામના તળાવ પાસે જુગાર રમતા ત્રણ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 45,500ની રોકડ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પીઆઇની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ઝાલા,બીપીનભાઈ પરમાર,મહેશભાઈ આહીર સહિતના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન પોલીસ ટીમે વેગડવાવ ગામનાં તળાવ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમી રહેલા ગૌતમભાઈ પ્રેમજીભાઈ પટેલ રહે વસાડવા, તા.ધાંગધ્રા, નિકુંજભાઈ જીવરાજભાઈ પટેલ રહે. ઘનશ્યામગઢ અને ભાવેશભાઈ શંકરભાઈ સંઘાણી રહે. અજિતગઢને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા સાથે જ પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા 45,500ની રોકડ જપ્ત કરી ત્રણેય શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ આવી જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text