મોરબીમાં પાંચ દિવસ સરેરાશ ૪૨ થી ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના

- text


મોરબી : એપ્રિલ મહિનો હવે પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે એપ્રિલ મહિનામાં મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે. સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનાની શરૂઆતથી પણ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલ શનિવારથી મોરબીમાં ૪૨ થી ૪૪ ડિગ્રી તાપમાન નોંધાવી શકે છે.

- text

મોરબી જિલ્લામાં તારીખ ૩૦ એપ્રિલ થી ૪ મે દરમિયાન હવામાન સુક્કું ગરમ લૂ વાળું અને ચોખ્ખું રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન ૪૨ થી ૪૪ ડિગ્રી જેટલું, તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમિયાન ૨૬ થી ૨૭ ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુતમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૩ થી ૭૮ અને ૧૮થી ૩૦ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ બાજુ રહેવાની અને પવનની ઝડપ ૨૮ થી ૩૪ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

- text