દેશી ચૂલાના રોટલા મીઠાશની સાથે પોષક તત્વોથી પણ હોય છે ભરપૂર!

- text


શહેરોમાં બાજરીના રોટલા ખાવાનું ચલણ ખુબ ઓછું હોય છે પરંતુ ગામડાઓમાં સામાન્ય રીતે દરરોજ રોટલા બનતા હોય છે અને ચૂલા પર ચડતા રોટલાઓ મીઠા લાગે છે. ખાસ કરીને ગામડાઓમાં સાંજનું વાળું હોય ત્યારે બાજરીના રોટલા લગભગ દરેક ઘરોમાં ચુલા પર ચડતા જોવા મળે છે.

ખાસ કરીને આમ તો મલ્ટીગ્રેન એટલે કે જુદા-જુદા અનાજ ખાતા રહેવું જોઈએ કે જેમાંથી પોષક તત્વો મળી રહે કેમ કે, પોષક તત્વો દરેક અનાજમાં અલગ અલગ હોય છે. ઘઉં ખાવાના ફાયદા છે તો જુવાર અને મકાઈના રોટલા ખાવાના પણ અનેક ફાયદાઓ છે. તેવી જ રીતે બાજરીના પણ ઘઉંની જેમ અનેક ફાયદાઓ છે. દરેક ઘરોમાં બાજરીના રોટલાનું ચલણ પણ હોવું જરૂરી છે.

ઉનાળામાં પણ ક્યારેક તો તેનો સ્વાદ મેળવવો જરૂરી છે કેમ કે, તેમાં કેલ્શિયમ, મેગ્નેસિયમ, મેગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સિડેન્ટસ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. આ સાથે પણ અનેક જરૂરી તત્વો જે બોડીની રીક્વાયરમેન્ટ હોય છે એ પૂરી કરવામાં મદદ મળી રહે છે.

બાજરી ખાવાથી શરીરમાં હાડકા પણ મજબુત બને છે. ગામડાઓમાં પહેલા લોકો સવારમાં ઉઠીને બાજરીના રોટલા અને દૂધ વધુ લેતા હતા કેમ કે, દૂધ એ સંપૂર્ણ આહાર છે, જ્યારે બાજરીમાં કેલ્શિયમ મળી રહે છે. જેથી, મજબુત બાંધા માટે પણ રોટલા અને દૂધ ખાવા જરૂરી છે. જે શરીરને કેલ્શિયમથી ભરી દેશે. આમ તો દરેક ધાન્યમાં તાકાત રહેલી છે ત્યારે બાજરીના રોટલા ખાવાથી શરીરને પુરતી એનર્જી પણ મળી રહે છે. આમ, ચૂલા પર ચડતા બાજરાના રોટલાઓ મીઠાશની સાથે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.

- text

ગામડામાં ચુલા પર બનતા દેશી બાજરીના રોટલા અને તેની સાથેના રસાવાળા શાક અને દાળ તેમજ લસણની ચટણી, દેશી ગોળ અને ઘી સહીતની વાનગીઓ અસલ ગુજરાતી ખાણીપીણી છે. આજે આપણા બહારના ફૂડ તરફ વળ્યા છીએ. આજે બાજરીના રોટલાની જગ્યા પીઝાએ લીધી છે. જેથી, આપણે બાજરીના રોટલાને ભૂલી રહ્યા છે પરંતુ આપણો પારંપરીક ખોરાક હંમેશા યાદ રાખવો જોઈએ.

- text