વાવડીથી માનસરના રસ્તાનું પેચવર્ક કરવા તેમજ માનસરમાં અમૃતમ કાર્ડનો કેમ્પ યોજવા માંગ

- text


પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયત અધ્યક્ષને લેખિત રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના માનસરમાં રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયા દ્વારા વાવડીના પાટીયાથી માનસર ગામ સુધીના રસ્તાના પેચ વર્ક બાબતે તેમજ માનસર ગામે અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ કરવા બાબતે જીલ્લા પંચાયત અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

તેઓએ અલગ-અલગ રજૂઆત કરતા જણાવ્યું છે કે વાવડી પાટીયાથી ગોર ખીજડીયા, વનાળીયા, માનસર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય. દરેક નાગરીકને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય તો આ રસ્તાનું કામ તાત્કાલીક પેચવર્ક કરી આપી અને લોકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માંગણી છે.

- text

વધુમાં, માનસર ગામમાં દેવીપૂજક સમાજ, રબારી સમાજ, કોળી સમાજ તેમજ પટેલ સમાજની તથા અન્ય વસ્તી હોય તો આ બધા લોકોને સરકારની આરોગ્ય યોજના જેવી કે માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કઢાવવા તાલુકા મથકે જવું પડતું હોય તો આ યોજનાનો લાભ ગામના નાગરીકો સુધી પહોંચે અને બધા જ લોકો સરકારની આ યોજનાનો લાભ લઈ શકે. તો ગામમાં અ યોજનાના કાર્ડ મળી રહે તે હેતુ માટે એક કેમ્પનું આયોજન કરવા અપીલ છે.

- text