વાઘપરમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી

- text


બાવરવા પરિવાર દ્વારા સદગતના મોક્ષાર્થે આયોજન

મોરબીઃ મોરબીના વાઘપર ખાતે બાવરવા પરિવાર દ્વારા તારીખ 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. કથાના ચોથા દિવસે 27 એપ્રિલના રોજ શ્રીવામન જન્મ, શ્રીરામ જન્મ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

સ્વ. હીરજીભાઈ મુળજીભાઈ બાવરવાના પુણ્યાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ચોથા દિવસે બપોરે 3 કલાકે શ્રી વામન જન્મોત્સવ ઉજવાયો હતો. સાંજે 4-35 કલાકે શ્રી રામ જન્મોત્સવ અને સાંજે 5-45 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં સુશોભનની સાથે વિવિધ વેશભૂષા ધારણ કરીને નાના કાનુડાને ટોપલામાં બેસાડીને પધરામણી કરવામાં આવી હતી. આ ઉપરાંત હિંડોળા દર્શન, મટકી ફોડ અને ગોવાળિયા સાથે રાસલીલા સહિતના કાર્યક્રમો ધામધૂમથી ઉજવાયા હતા.

કથાના વક્તા શાસ્ત્રી કૌશિકભાઈ જી. ભુદેવ વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કથા શ્રવણની સાથે સાથે ઉજવાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને પણ ભાવિકોએ માણ્યા હતા.

- text

- text