મોરબીમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં જિલ્લાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને ખીલવવાના મુખ્ય આશયથી ઉમા હોલ, હીરેનભાઇ ભટાસણા અને ચંદ્રકાન્તભાઇ કોઠિયા દ્વારા ચિત્રકલા હરિફાઈનું આયોજન તા. ૨૭/૦૪/૨૦૨૨ના રોજ કરવામાં આવેલ હતી. જેમા રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘના હોદેદારો ભૂમિકાબેન લુકકા, આરતીબેન રતનાણી, લતાબેન પનારા એ મુખ્ય આયોજન કર્યું હતુ. સાથે મીનાબેન ત્રિવેદી, રૂપલબેન વાછાણી એ સહકાર આપ્યો હતો.

આ સ્પર્ધામા ૨૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામા વિજેતા થનાર બાળકને ઈનામ અને સર્ટીફીકેટ તેમજ અન્ય બાળકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું.

- text

 

- text