ભાવપરથી બગસરા સુધીના બિસ્માર રોડનું રીપેરીંગ કરવા માંગ

- text


બગસરા ગ્રામ પંચાયતની માર્ગ-મકાન વિભાગના અધિકારીને રજૂઆત

માળીયા (મી.) : મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાના ગામ બગસરા ગામની પંચાયત દ્વારા ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે મોરબીના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે, માળિયા (મી.) તાલુકાના ગામ ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો 19/07/2017 ના રોજ આ ભાવપર-બગસરા ગામનો રોડ નવો બનેલ હતો પરંતુ હાલે આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ કેમ કે આ રસ્તો બનાવેલ ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે અને આ રોડનો ગેરંટી પીરીયડ 19/07/2022 ના રોજ પુર્ણ થતો હોવાથી હાલ આ રોડની મુલાકાત લેવા અને કોન્ટ્રાકટરને આ રોડના રીપેરીંગ તથા પેચ વર્કની કામગીરી તાત્કાલીકના ધોરણે કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતની માંગણી અને રજુઆત છે.

- text

- text