રૂપિયા 1.51 લાખમાં ગીર ઓલાદની વાછરડી ખરીદતા મોરબીના ગૌપ્રેમી

- text


હળવદ તાલુકાના મિયાણી ગામેથી નવ માસની વાછરડી એસી ગાડીમાં મોરબી પહોંચી

મોરબી : ગીર ઓલાદની ગાય અને વાછરડી ભેંસ કરતા પણ વધુ કિંમતી હોવાની વાત અનેક વખત અખબારોના પાને ચમકી ચુકી છે ત્યારે આજે હળવદના મિયાણી ગામેથી મોરબીના ગૌપ્રેમીએ ફક્ત નવ માસની ગીર વાછરડી રૂપિયા 1.51લાખમાં ખરીદી એસી ગાડીમાં મોરબી લાવ્યા હતા.

દૂધ ઉત્પાદનમાં સમગ્ર મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે આવતા હળવદ તાલુકામાં જાતવાન પશુઓની કોઈ કમી નથી અહીં વસવાટ કરતા પશુ પાલકો ગીર ઓલાદની ગાય, જાફરાબાદી ભેંસ, કચ્છી ભેંસ, મહેસાણી ભેંસ, કાકરેજ ગાય સહિતના ઉચ્ચતમ કુળના પશુઓ શોખથી પાળી રહ્યા છે ત્યારે મિયાણી ગામે રહેતા ઠાકોર અક્ષયભાઈ ચતુરભાઈની ગીર ઓલાદની ગાયને કુખે અસલ ગીર કુળની વાછરડી અવતરતા મોરબીના રમેશભાઈ આહિર નામના કન્ટ્રકશનના વ્યવસાયીએ આ વાછરડી રૂપિયા 1.51 લાખમાં ખરીદી છે.

વધુમાં આજરોજ મોરબીના ગૌપ્રેમી એવા રમેશભાઈ આહીર આ નવ માસની વાછરડીને પોતાની એસી ગાડીમાં મોરબી ખાતે લઇ આવ્યા હતા અને ગૌપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text

- text