મોટા દહીંસરાના બુટલેગરને પાસા તળે જેલભેગો કરતી માળીયા પોલીસ

- text


 

માળીયા : માળીયા તાલુકામાં વિદેશી દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ગયેલા મોટા દહીંસરા ગામના બુટલેગર વિરુદ્ધ કરાયેલ પાસા દરખાસ્ત મંજુર થતા માળીયા પોલીસ દ્વારા બુટલેગરની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા અને વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ હરદેવસિંહ ભાવુભા જાડેજા ઉ.25 વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે કે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરાતા હેઠળ જેલમાં ધકેલી દેવા આદેશ કરાતા માળીયા પોલીસ ટીમ દ્વારા તાકીદે આરોપીને ઝડપી લઈ વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

- text

આ સફળ કામગીરી માળીયા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. રમેશભાઇ ગોહીલ, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઇ રાઠોડ તથા દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text