વાંકાનેરના રાજસ્થળીમાં પારકી જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


રાજકોટમાં રહેવાસીની જમીન પચાવી પાડી પાંચ વર્ષથી કરાયો હતો કબજો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે રાજકોટના રહેવાસીની સાત વિઘા ખેતીની જમીન ઉપર કબજો જમાવી સ્થાનિક વ્યક્તિ દ્વારા ખેત ઉપજ મેળવવામાં આવતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે સર્વે નંબર ૯૮/૧ વાળી હે.૧-૧૩-૩૧ ની આશરે ૭ વીધા જેટલી જમીન ધરાવતા ભરતભાઇ નાનાલાલ વિરમગામા, રે.શ્યામલ વિહાર સોસાયટી, સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ રોડ, ’’ઋષીકેશ’’ નાના મવા મેઇન રોડ, રાજકોટ વાળાની જમીન ઉપર કબજો જમાવી રાજુભાઇ ધનાભાઇ ડાભી રે.રાજસ્થળી તા.વાંકાનેર જી.મોરબી વાળા દ્વારા વર્ષ 2017થી ખેતી કરવાનું શરૂ કરી જમીન ખાલી કરવામાં આવતી ન હતી.

- text

આ મામલે જમીન માલિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા અન્વયે પગલાં ભરવા અરજી કરવામાં આવતા કમિટી દ્વારા અરજી ગ્રાહ્ય રાખવામાં આવતા જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનાર રાજુભાઇ ધનાભાઇ ડાભી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text