વાંકાનેરમાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપ આપવા અને ડેમુ ટ્રેનોના ભાડા ઘટાડવા રજૂઆત

- text


વાંકાનેર : વાંકાનેર રેલ્વે સ્ટેશન પર પેસેન્જરની વીકલી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ આપવા તેમજ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનોના ભાડામાં ઘટાડો કરવા વેસ્ટર્ન રેલ્વે વિભાગના જનરલ મેનેજરને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ રજૂઆત કરી છે.

મોરબી જીલ્લાને રેલ્વે સુવિધામાં અન્યાય થઇ રહ્યો છે.મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવેલ નથી.ફક્ત એક કે બે ટ્રેનોને બાદ કરતા મોરબીના લોકોને ટ્રેન દ્વારા નજીકના સ્ટેશન વાંકાનેરથી ટ્રેનો પકડવી પડતી હોય છે.પરંતુ લાંબા અંતરની ઘણી ટ્રેનોને વાંકાનેરમાં સ્ટોપ આપવામાં આવતો નથી.તેમાં વીકલી ટ્રેનો છે પરંતુ તેનો સ્ટોપ વાંકાનેરમાં આપવામાં આવતો નથી.

- text

મોરબી એક સીરામિક ઉદ્યોગનું ભારતનું સૌથી મોટું ઉત્પાદક સેન્ટર છે.અન્ય રાજ્યોમાંથી ઘણા વેપારીઓ તેમજ સીરામિકમાં રોજીરોટી કમાતા મજુરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. મોરબીના વેપારીઓ અને સેલ્સમેનો પણ પોતાના વ્યાપાર અર્થે અન્ય રાજ્યોમાં જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. તેઓને વાંકાનેરને બદલે રાજકોટ આવવું – જવું પડતું હોય છે.વાંકાનેર મોરબી થી ૨૮ કિમી થાય છે. જયારે રાજકોટ ૬૫ કિમી થાય છે. આમાં ખર્ચ પણ વધે છે. સમયનો પણ બગાડ થાય છે. તો આ માટે વાંકાનેરમાં જો બધી જ ટ્રેનોને સ્ટોપ આપવામાં આવે તો મોરબીના લોકોને પૂરતી સુવિધા મળશે.

વધીમાં મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનોના ભાડા જે કોરોના પહેલા રૂ.૧૦ હતા.તેમાં કોરોનાકાળ દરમ્યાન રીજર્વેસન ચાર્જ તરીકે વધારો કરીને રૂ.૩૦ કરવામાં આવેલ છે.તો હવે કોરોના સંક્ર્મણ ઘટતા ફરી રૂ. ૧૦ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ વેસ્ટર્ન રેલ્વે વિભાગના જનરલ મેનેજરને રજુઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text