માળિયાની પ્રજાના પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


જો પ્રશ્નોનું નિવારણ ન તો આમરણાંત ઉપવાસની જાગૃત નાગરિકે ચીમકી આપી

માળિયા(મી.) : પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.જેમાં વિવિધ બસ સ્ટેશનનો પ્રશ્ન,વીજ કનેક્શનો,હોસ્પિટલમાં ભરતી,મામલતદાર કચેરીના નવનિર્માણ વગેરે જેવા અનેક પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા અપીલ કરવામાં આવી છે.પ્રજાના પ્રશ્નોનું નિવારણ ન તો આમરણાંત ઉપવાસની ચીમકી અપાઈ છે.

માળિયા(મી.)ના જાગૃત નાગરિક ઝુલ્ફીકાર સંઘવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ લાવવા માટે રજૂઆત કરી છે.જેમાં ધરતીકંપ પહેલા બસ સ્ટેશનમાં આસરે દોઢસો થી પણ વધારે બસોની અવર-જવર રહેતી.તેથી સ્થાનિક પ્રજાને આવાગમન માટે સારી સગવળ મળી રહેતી પરંતુ 2001નાં વિનાશકારી ધરતીકંપમાં બસ સ્ટેશન નાશ પામ્યા બાદ એસ.ટી. તંત્રે આજ દિવસ સુધી એસ.ટી. બસ સ્ટેશનનું નવનિર્માણ કર્યું નથી.કાળઝાળ ગરમીમાં અત્રેની પ્રજા ગંભીર હાલાકીનો ભોગ બની રહી છે.માળિયા-મિયાણાએ બાવન ગામનું તાલુકા મથક અને સેન્ટર હોવા છતાં વર્ષ 2018માં સંચાલકોની ગંભીર બેદરકારીને કારણે રદ્દ થયેલ એસ.એસ.સી.બોર્ડને પરીક્ષા કેન્દ્ર ફરીથી શરૂ કરવા.

માળિયા-મિયાણા શહેરનાં વોર્ડ નંબર 1,2,4,અને 6નાં વાંઢ વિસ્તારમાં રહેવાસીઓને વીજ કનેકશનો મળી રહે તેવો પ્રબંધ કરવો.રેફરલ હોસ્પિટલમાં સુપ્રીમ ટેન્ડેનની જગ્યા વર્ષોથી ખાલી છે તે ભરવા અને ટેકનીકલ સ્ટોપની જગ્યાઓ તાત્કાલિક ભરવા યોગ્ય હુકમ કરવો.રેફરલ હોસ્પિટલનાં પ્રાંગણમાં બનાવાયેલ ડોક્ટર અને સ્ટાપ ક્વાર્ટસ તદન જર્જરિત થયા હોય નિષ્ણાતો દ્વારા વર્ષ 2018માં આવા જોખમી અને ભયજનક ક્વાર્ટસ તાત્કાલિક તોડીને નવા ક્વાર્ટસ બનાવવા હુકમ થયા હોવા છતાં તેનો અમલ થયેલ નથી તો આ અંગે તાત્કાલિક અસરથી હુકમ ફરમાવવામાં આવે.શહેરની મામલતદાર કચેરી તદન ખંડેર હાલતમાં હોવાથી હાલમાં મામલતદાર કચેરી સ્ટાપ ક્વાર્ટસમાં કાર્યરત થયેલ છે, તો તાત્કાલિક કચેરીનું નવનિર્માણ કાર્ય હાથ ધરાય તેવો હુકમ કરવો.તાલુકા વિકાસ અધિકારીની કચેરીનું પણ નવનિર્માણ કાર્ય હાથ ધરવા અંગે હુકમ કરવો.અત્રેનું પશુ દવાખાનું પણ અત્યંત જોખમી બનતા હાલમાં પ્રાઇવેટ જગ્યામાં કાર્યરત હોવાથી એનું પણ નવનિર્માણ કાર્યનું હુકમ કરવો.

- text

માળિયા શહેરની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ તદન બિસ્માર હાલતમાં હોવાથી શહેરની જનતા અને અન્ય પસાર થતા વાહનો માટે નવેસરથી ડામર અથવા સિમેન્ટથી મઢવા હુકુમ કરવો.માળિયા-મિયાણા રેલ્વે જંકશન ઉપર પસાર થતી તમામ ટ્રેનોનો સ્ટોપ આપવા.આશાવર્કર બહેનોને જે રૂપિયા 2250/- પગાર આપવામાં આવે છે, તે કયા ધારા ધોરણ મુજબ અપાય છે? આ પગાર નથી પણ તેમની ક્રૂર મસ્કરી છે !!! માટે જે રુ. 2250/- અપાય છે તેમાં ઇન્સાફની રીતે યોગ્ય વધારો કરી આપવો.જે આંગણવાડીઓ બંધ છે,ત્યાં વહેલી તકે ભરતી કરી પ્રજાનો સહકાર અને વિશ્વાસ મેળવો.મધ્ય ભોજનમાં સંચાલકને રૂ. 1600/- અને રસોયાને રૂ. 1400/- અને મદદનીસ ને રૂ. 700/ આપવામાં આવે છે.તો ઇન્સાફની દ્રસ્ટીએ યોગ્ય વધારો કરી આપવો.માળીયા-મિયાણાએ તાલુકો અને બાવન ગામનું સેન્ટર હોવા છતા અહીંની ગરીબ પ્રજાને લાઈટનું બીલ ભરવા પીપળીયા ચાર રસ્તે જવું પડે છે.

આ તમામ માંગણીનો અનાદર કરવામાં આવશે તો ન છુટકે આગામી તા.1/06 થી મામલતદારની કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે અને જો ધરપકડ થશે તો જેલની અંદર પણ આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.તેમ કરવા જતાં જે કોઈ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય અને તેને લીધે જે કોઈ પરિણામો આવે તે તમામની સઘળી જબાબદારી તંત્રની રહેશે,જેની ગંભીર પણે નોંધ લેવી.

- text