હેલ્થ ટિપ્સ : બાળકોમાં જુવેનાઇલ ડાયાબિટીસનો ખતરો : લક્ષણો જાણી જલ્દી સારવાર લેવી જરૂરી

- text


જાણો.. જુવેનાઇલ ડાયાબિટીસ વિષે વિગતવાર માહિતી

ડાયાબિટીસ એક એવી બીમારી છે જે માત્ર મોટાં લોકોમાં જ નહિં, પરંતુ હવે નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે. દિનપ્રતિદિન હવે નાના બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. જો કે આજકાલ અનેક નાના બાળકો પણ ડાયાબિટીસને કારણે ઇન્સ્યુલિન લેતા હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ મૌસમી ચટર્જીની દીકરી પાયલે પણ જુવેનાઇલ ડાયાબિટીસને કારણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

બાળકોમાં જુવેનાઇલ ડાયાબિટીસનો ખતરો વધી રહ્યો છે. ત્યારે આ બીમારીના લક્ષણો જાણી જલ્દી સારવાર લેવી જરૂરી બની છે. તો જાણી લો જુવેનાઇલ ડાયાબિટીસના લક્ષણો વિશે અને આ લક્ષણો બાળકોમાં દેખાય તો તરત એલર્ટ થઇ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.

જુવેનાઇલ ડાયાબિટીસના લક્ષણો

1. વારંવાર પાણીની તરસ લાગવી
2. વારંવાર યુરિન જવું
3. રાત્રે ઊંઘતી વખતે પથારી ભીની કરવી
4. વધારે પ્રમાણમાં ભૂખ લાગવી
5. ઝડપથી વજન ઘટી જવું
6. બાળકોનું વારંવાર મુડ બદલાઇ જવો
7. ઘુંઘળુ દેખાવું જેવા લક્ષણો દેખાય તો જરા પણ આ વાતને નજરઅંદાજ ના કરો.

- text

જુવેનાઇલ ડાયાબિટીસ શું છે?

બાળકોને થતા ડાયાબિટીસને જુવેનાઇલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, જે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. ઇનસ્યુલિન એક હોર્મોન છે જેની મદદથી સુગર કોશિકાઓમાં જઇને શરીરમાં ઊર્જા આપે છે. પરંતુ શરીરમાં વાયરલ, બેક્ટેરીયલ સંક્રમણ અથવા એન્ટીબોડી બનવાને કારણે ઇનસ્યુલિન બનાવનારી બીટા કોશિકાઓ નષ્ટ થઇ જાય છે. આ કારણે ઇનસ્યુલિન બનવાનું બંધ થઇ જાય છે અથવા તો સુગર લેવલ અનિયમિત થઇ જાય છે.

જુવેનાઇલ ડાયાબિટીસ કેમ થાય છે?

આ એક તરફનો ઓટો ઇમ્યુન રોગ છે. સામાન્ય રીતે પ્રતિરોધ ક્ષમતા બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરવાનું કામ કરે છે, પરંતુ ઓટો ઇમ્યુનની સ્થિતિમાં ઇમ્યુન સિસ્ટમ ઇનસ્યુલિન બનાવનારી કોશિકાઓને જ નષ્ટ કરવા લાગે છે. આમ, તો આ સમસ્યા કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે પરંતુ મોટાભાગે 4-7 વર્ષ અથવા તો 10-14 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે.

- text