મોરબી – માળીયા હાઇવે ઉપર ટ્રેલર ગાંડુ થયું : અન્ય ટ્રેલર સાથે અથડાતા આગ લાગી

- text


માળીયા : મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર વિચિત્ર અકસ્માતમાં આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરના ઠાઠામાં અન્ય ટ્રેલર અથડાતા ટ્રેલરની કેબિનમાં આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થવાની સાથે બન્ને ટ્રકમાં નુકશાન પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાનો ટ્રક ટ્રેલર ચાલક વિપુલભાઇ અનિલભાઇ બડોલે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રક ટેલર નંબર-RJ-01-GC-2554ના ચાલકે પોતાનું ટ્રેલર ઠાઠામાં ભટકાડતા આરોપીની ટ્રક ટેલરની કેબીનમાં આગ લાગતા બન્ને વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવ અંગે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાનો ટ્રક ટ્રેલર ચાલક વિપુલભાઇ અનિલભાઇ બડોલેની ફરિયાદના આધારે માળીયા પોલીસે ટ્રક ટેલર નંબર-RJ-01-GC-2554ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- text