મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન હેઠળ સાયક્લોથોન યોજાઈ

- text


રાજયમંત્રી દ્વારા લીલી ઝંડી અપાઈ 

મોરબી : લોકોમાં પર્યાવરણ બચાવો અંગેની જાગૃતિ આવે એ માટે મોરબીની નીલકંઠ વિદ્યાલય દ્વારા સાયક્લોથોન યોજવામાં આવી હતી.જેમાં રાજ્યમંત્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.તેમજ હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો,આઝાદીનો અમૃત મહોત્સવ મનાવોનો સંદેશો રાજ્યમંત્રીએ આપ્યો હતો.

દિવસે ને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે.આ પ્રદૂષણ વિશેની જાગૃતિ લોકોમાં આવે એ હેતુથી નીલકંઠ સ્કૂલ તેમજ સક્ષમ-2022 (IOCL)ના સંયુક્ત ઉપક્રમે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા,રાષ્ટ્રીય શૈક્ષિકસંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા,નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રાના વરદ હસ્તે લીલીઝંડી આપી કરવામાં આવી હતી.જેમાં 120 થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો.આ સાયકલોથોનએ શહેરમાં 2.5 કિમી વિસ્તારમાં ફરી અને લોકોને ઉર્જા બચાવવા માટેની અપીલ કરી હતી.

આ પ્રસંગે બ્રિજેશભાઈ મેરજાએ આપણા કુદરતી સંસાધનોને બચાવવા માટે ” હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો,આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો ” પર ધ્યાન આપવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.આ પ્રવૃત્તિઓનો હેતુ ગુજરાતી જનસમુદાયમાં બળતણની બચત,સ્વચ્છ ઊર્જાનો ફાયદો,પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા વગેરે જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.આ કાર્યક્રમને અંતે 120થી વધુ સાયકલિસ્ટને નીલકંઠ સ્કૂલ દ્વારા ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text