માળીયામાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠ ઉજવાઈ

- text


આવતીકાલ રવિવારે યોગા સેશન યોજાશે

માળીયા(મી.) : માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની 4થી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કેક કાપી વર્ષગાંઠ ઉજવાઈ હતી.તેમજ આવતીકાલ રવિવારે યોગાસેશન અને વિવિધ આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જેમ.કતીરા, ક્યું.એ.એમ.ઓ ડો.હાર્દિક રંગપરીયા,માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી બાવરવાના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા16ના રોજ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની 4થી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ,વવાણીયા અને ખાખરેચીના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કેક કાપવામાં આવી હતી.તેમજ આવતીકાલે તા.17ના રોજ દરેક હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર યોગાસેશન અને વિવિધ આરોગ્યને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

- text

- text