મોરબીમાં નવનિર્માણ ક્લાસીસ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હળવા થવા પ્રવાસ યોજાયો

- text


મનોરંજન અને સાહસ સાથેના પર્યટનમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાનો થાક ઉતાર્યો

મોરબી : મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું.માળીયા(મી.)માં આવેલ એક્સ-આર્મીમેનની વાડીમાં વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી.

મોરણીમાં નવનિર્માણ ક્લાસીસના ધોરણ 10 અને ધોરણ 12(કોમર્સ)ના બહેનોને ગત તા.10/04ના રોજ એક પર્યટન અને ભાઈઓને ગત તા.14/04ના રોજ લક્ષ્મીનગર,માળીયા રોડ પર આવેલ એક્સ-આર્મીમેન ભુદરભાઈ વાધડિયા વાડીમાં એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુદરભાઈની આગવી શૈલીમાં કરાવાતી સાહસિક પ્રવૃત્તિઓ-રમતો રમાડવામાં આવી હતી અને સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં નવનિર્માણના સાહેબો દ્વારા યોગ,પ્રકૃતિ-પરિચય,શારીરિક રમતો,ગરબા અંધ-શાળાની મુલાકાત,વન ભોજન,ટ્રેકીંગ,ક્રોલીંગ,હોજની મોજ,ગૌ-શાળા પરિચય વગેરે જેવા કાર્યક્રમો થયા હતા.
આમ સાહસ,મનોરંજન સાથેના આ પર્યટનો ધોરણ 10 અને ધોરણ 12(કોમર્સ)ના વિદ્યાર્થીઓને નવી દિશા આપનારા બન્યા હતા.

- text

- text