નસીતપરમાં શ્રીમદ્દ ભાગવત કથામાં રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

- text


ટંકારા : નસીતપરમાં નસીતપર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આજરોજ કથાના સાતમાં દિવસે ભારતનું રાષ્ટ્રીયગાન ‘વંદે માતરમ’ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો.

નસીતપરના ભગવતી નગર ખાતે જેતપરિયા પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.જેનો આજ સાતમો દિવસ છે.આ કથામાં નસીતપર વાસીઓએ ભારતનું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ’ ગાવામાં આવ્યું હતું.આ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કથામય વાતાવરણને રાષ્ટ્રમય બનાવીને કથાકાર જગદીશબાપુ (બાબા સાગરાનંદ)ની હાજરીમાં રાષ્ટ્ર ભાવના પ્રગટ કરી હતી.

- text

- text