હળવદમાં જેઠો ત્રણ બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હરીદર્શન હોટલની બાજુમાં કુળદેવી કૃપા ગેરેજ પાસેથી જેઠાને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હરીદર્શન હોટલની બાજુમાં કુળદેવી કૃપા ગેરેજ પાસેથી બળદેવ ઉર્ફે જેઠો ધીરૂભાઇ વિઠલાપરા, રહે.હળવદ રાણેકપર રોડ, વૃદાવન સોસાયટી વાળાને પ્લાસ્ટિકના બાચકામાં મેકડોવેલ નંબર વન દારૂની બોટલ નંગ -3 કિંમત રૂપિયા 1125 છુપાવીને લઈને નીકળતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text