મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા ટંકારા ‘આપ’ દ્વારા મામલતદારને આવેદન

- text


ટંકારા : આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા મોરબીમાં મંજુર કરેલ સરકારી મેડિકલ કોલેજ રદ કરી પ્રાઇવેટ કોલેજની મંજુરી આપવામાં આવેલ તે સરકારના નિર્ણયને ફેર વિચારણા કરી ફરી સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવે એ માંગ સાથે આપ ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ કક્કડ અને યુવા પ્રમુખ નિકુંજભાઇ દેત્રોજા દ્રારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ બનાવવાનો ઠરાવ પસાર થયો હતો.જે કોઈ કારણોસર ઠરાવ રદ થતા ટંકારા આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી હતી.રદ થયેલા ઠરાવ અંગે ફરી વિચારણા કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જન આંદોલન કરશે.જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતરવાની ચીમકી આપી છે.

ગુજરાત સરકાર દ્વારા સને ડિસેમ્બર 2020માં મોરબીમાં સરકારી 100 સીટની મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી.જેના અનુસંધાને મોરબીની સિવિલ હોસ્પિટલને અપડેટ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ હતી.મોરબી કલેકટર દ્વારા આ કોલેજને અધતન અને સુવિધા સભર બનાવવા માટે જરૂરી જમીન મોરબી તાલુકાના શનાળા (રાકત) ગામે સરકારી ખરાબાની જમીન જે મોરબી રાજકોટ સ્ટેટ હાઇવેને ટચ મોકાની જમીન છે. તેની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે. ત્યાં મકાનની સુવિધાના થાય ત્યાં સુધી મોરબીની સરકારી ગીબ્સન મીડલસ્કુલના બિલ્ડીંગમાં ટેમ્પરેરી કામ ચાલવાનું નક્કી કરવામાં આવેલ હતું.

- text

આવી જાહેરાતો અને આવી કામગીરી ચાલતી હોવાની માહિતીના કારણે મોરબીની પ્રજાને આનંદની અનુભતી થતી હતી કે મોરબીના આંગણે સરકારી મેડીકલ કોલેજ બનશે તો ઘર આંગણે સારી સ્વાસ્થ્ય સુવિધા લોકોને મળશે.પરંતુ સરકારીના તા.29/03ના ઠરાવની જાણ થતા અને સરકારની કમીશનની કચેરી,આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ ગાંધીનગરની એક નાના પેપરની જાહેરાત જોઈને મોરબીના લોકોને મોટો આઘાત લાગેલ છે કારણ કે સરકાર તા.29/03ના રોજ ઠરાવ મુજબ હવે મોરબી જીલ્લાને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે.જયારે આમ આદમી પાર્ટી આ ઠરાવનો વિરોધ કરે છે અને માંગણી છે કે મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવામાં આવે.

તદ્ ઉપરાંત સરકારે તા.29/03ના રોજ કરેલ ઠરાવ જે લગત કચેરી માં તા.06/04/2020ના રોજ ઇનવર્ડ થાય છે.અને તે પહેલા તો બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવા માટે લગત સંસ્થાઓ પાસેથી ઓફર માગવાની જાહેરાત પણ પેપરમાં આવી જાય છે. અને એ પણ ઓછી નકલ ધરાવતા ન્યુઝ પેપરમાં અને તે જાહેરાત પણ લોકોને ના સમજાય તેવી રીતની આપવામાં આવેલ છે.જેના કારણે આ પ્રક્રિયા ઉપર શંકાનો કરવાના લોકોને મોકો મળેલ છે. અને તે સાચો પણ છે. સરકારી તંત્રના અધિકારીઓની આમાં મેલી મુરાદ હોય તેવું પણ લાગી રહ્યું છે.

જેથી ટંકારા આમ આદમી પાર્ટીની માંગણી છે કે આ બાબતે પણ ફેર વિચારણા કરવામાં આવે અને જો સરકાર આ કોલેજને ગ્રીન ફિલ્ડ કરે તો સારું છે.અન્યથા આમ આદમી પાર્ટી ટંકારા જન આંદોલન કરશે જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતારશે.

- text