હળવદના રાયધ્રા ગામે માતાજીનો ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો

- text


શ્રી શક્તિ સુઢણમાંની પ્રતિષ્ઠા,નવરંગ દેશ માંડવો,હવન તેમજ કર મહોત્સવનુ આયોજન કરાયું

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રાં ગામે સમસ્ત પરહાડીયા પરિવાર રાયધ્રા મઢ દ્વારા શ્રી ગાત્રાળ માં, શ્રી ખોડીયારમાં તથા શ્રી શક્તિ સુઢણમાંનો નવરંગ દેશ માંડવો, હવન તથા કર મહોત્સવ તેમજ શ્રી શક્તિ સુંઢણમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શનિવારે રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

પ્રથમ દિવસે શોભાયાત્રા કાઢ્યા બાદ બીજા દિવસે હવન- પ્રાણ પ્રતિષ્ઠા,માતાજીની આરતી,હવન પૂર્ણાહુતિ તેમજ ધજા ચડાવવાનું આયોજન કરાયું હતું. સાથે જ રાત્રીના ગુજરાતના નામાંકિત કલાકાર શંકરભાઈ આહિર અને રવિનાબેન ચૌધરીની હાજરી માં ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું.જેમાં પરિવારજનો સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text

તેમજ આજે ત્રીજા દિવસે માતાજીનો માંડવો,કરમહોત્સવ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરહાડિયા પરિવારના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text