હળવદના ખેતરડી ગામના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે 

- text


કથિત જમીન હડપ કરવાના કેસમાં હાઇકોર્ટનો મહત્વનો આદેશ 

હળવદ : હળવદ તાલુકાના ખેતરડી ગામના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં સાંથણીની જમીન હડપ કરી જવા અંગેના પ્રકરણમાં આરોપીઓ દ્વારા નામદાર હાઇકોર્ટમાં ન્યાય માટે ધા નાખવામાં આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ધરપક્ડ સામે સ્ટે ફરમાવવામાં આવ્યો છે.

આ કેસની ટૂંક વિગત જોઈએ તો ગુજરાત જમીન પચાવી પાડવાપર પ્રતિબંધ) અધિનિયમ 2020 અન્વયે આ કામના ફરિયાદીના નાના અંબિકા પ્રસાદને ખેતરડી ગામની સીમમાં સર્વે નંબર 183પૈકીની જમીન સરકાર તરફથી સાથણીમાં મળેલ હોય જે જમીન શ્રીસરકાર થઈ ગયેલ હોય અને જમીનનું ફરિયાદી પાસે કુલમુખત્યારનામું હોય જે જમીન ઉપર આ કામના આરોપી જગા વહા ભરવાડ તથા લાલા વિરા ભરવાડે ગેરકાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી ગુનો કરેલ હોવાના આરોપ સબબ લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે ફરિયાદ નોંધાઈ હતી.

- text

આ ચકચારી કેસમાં આરોપી પક્ષ દ્વારા પોતાના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ સાહેબની કોર્ટમાં એફઆરઆઇ રદ કરવા અને કાયદાની જોગવાઈ ચેલેન્જ કરવા અરજી કરેલ જે અરજીમાં તમામ દલીલોના અંતે નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વારા આરોપી સામે નોંધાયેલી એફઆરઆઈમાં આરોપી ની ધરપકડ કરવા સામે સ્ટે આપેલ છે. બન્ને આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા રોકાયેલા હતા.

- text