યુવા ભાજપની બાઈક રેલીનું મોરબી જિલ્લામાં ઉમળકાભેર સ્વાગત

- text


ગઈકાલે સાંજે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત બાદ રાત્રી રોકાણ કરી આજે સવારે મુખ્યમાર્ગો ઉપર બાઈક રેલી નીકળી

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે પ્રદેશ યુવા ભાજપ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી છે. આ બાઈક રેલી ગઈકાલે મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ આવી પહોંચતા સ્થાનિક ભાજપ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રી રોકાણ બાદ આજે સવારે આ બાઈક રેલી મોરબીના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી. ઠેરઠેર બાઈક રેલીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

પ્રદેશ યુવા ભાજપની બાઈક રેલી ગઈકાલે સાંજે મોરબી જિલ્લામાં આવી પહોંચી હતી. સુરેન્દ્રનગર જીલ્લામાંથી ગઈ કાલ સાંજે મોરબી જિલ્લામાં પ્રવેશી હતી અને મહેન્દ્રનગરમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આજ સવારે મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. આ બાઈક રેલી મોરબીના સામાકઠે સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, નહેરુ ગેઇટ ચોક, નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ સહિતના મુખ્યમાર્ગો ઉપર ફરી હતી.જ્યાં ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. બાદમાં આ રેલી ટંકારા રવાના થઈ હતી. આ તકે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, યુવાનોમાં ઉત્સાહ જાગૃત થાય તેમજ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text