વાંકાનેરના હસનપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ ટીમે ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 15,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામે ખોડિયાર મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ દારદરા, હકાભાઈ સતાભાઈ મુંધવા, જીતેશભાઈ વિનુભાઈ સારલા, કાનજીભાઈ છેલાભાઈ સરૈયા અને દીલીપભાઈ હઠાભાઈ ગમારા રહે.તમામ હસનપર વાળા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલીસે રોકડા રૂપિયા 15,100 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ સફળ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ એન.એ વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, ઈન્દ્રજીતસિંહ હરીસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ હરદીપસિંહ અશોકસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ કરી હતી.

- text