મોરબીની ક્રીડા ભારતી સંસ્થા દ્વારા કબડી સ્પર્ધાનું આયોજન

- text


સ્પર્ધા અંડર 14 તથા અંડર 17 એમ બે કેટેગરીના યુવાનો માટે યોજાશે

મોરબી : હનુમાન જયંતી નિમિતે ક્રીડા ભારતી મોરબી દ્વારા કબડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા અંડર 14 તેમજ અંડર 17 એમ બે કેટેગરીના યુવાનો માટે રાખવામાં આવેલ છે.મોરબીની દરેક શાળાઓને આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

મોરબીમાં ક્રીડા ભારતી દ્વારા હનુમાન જયંતી નિમિતે તા.16ને શનિવારના રોજ સવારે 8 થી 1 દરમ્યાન સામા કાંઠે,કેસર બાગ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આ સ્પર્ધા અંડર 14 તેમજ અંડર 17 એમ બે કેટેગરીના યુવાનો માટે રાખવામાં આવેલ છે.મોરબીની દરેક શાળાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્રીડા ભારતી મોરબી દ્વારા આમંત્રિત કરવામાં આવેલ છે.વિજેતા ટીમને પ્રોત્સાહક પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે.

- text

સ્પર્ધાની વધુ માહિતી માટે ક્રીડા ભારતી મોરબીના મંત્રી હિતેન્દ્રસિંહ ઝાલા મો.90337 00003 સંપર્ક કરી શકશે.તેમજ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા.13 રહેશે.ફોર્મ જમા કરાવવા માટેનું સ્થળ પ્રગતિ ક્લાસીસ,વી સી ટેકનિકલ હાઇસ્કૂલની બાજુમાં રહેશે.ફોર્મ જમા કરાવવા માટે મો.98799 74363 પર સંપર્ક કરવો.

- text