મોરબીમાં લાયન્સનગર મેઈન રોડનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરવા માંગ

- text


મોરબી : મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં લાયન્સ નગર ગોકુલનગરનો મેઈન રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે.પરંતુ તેનું કામ ગોકળગતિએ થતું હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.તેથી રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા વિસ્તારીવાસીઓએ માંગ કરી છે.

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં લાયન્સ નગર ગોકુલનગરનો મેઈન રોડ નવો બનવવામાં આવી રહ્યો છે.ત્યારે હજુ જી.ઈ.લી.કચેરી સુધી રોડ બનેલ છે.આગળનો રોડ બનાવવાનો બાકી છે.જેનું ખોદકામ કરી નાખેલ છે.પણ હજુ સુધી કામ શરૂ થયેલ નથી.તેથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.વધુમાં ચોમાસાના દિવસો નજીકમાં આવી રહ્યા છે,આથી ચોમાસા પહેલા રોડનું કામ વહેલીતકે પૂર્ણ કરવા વિસ્તારની પ્રજાએ માંગ કરી છે.આ અંગે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ.બુખારીએ નગર સેવા સદનના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

- text

- text