નવા જાંબુડિયામાં ગુરુવારે શક્તિ માતાજીનો હરખનો માંડવો

- text


મોરબી : મોરબીમાં સમસ્ત જાંબુડિયા ગામ દ્વારા નવા જાંબુડિયામાં શક્તિ માતાજીનો હરખનો માંડવો યોજાશે.જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સમસ્ત જાંબુડિયા ગામ દ્વારા આગામી તા.14ને ગુરુવારના રોજ શક્તિ માતાજીના મંદિરે(શક્તિપરા),નવા જાંબુડિયા ખાતે શક્તિ માતાજીના હરખના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.14ને ગુરુવારે વહેલી સવારે થાંભલી રોપણ,બપોરે 11:30 કલાકે પ્રસાદ,રાત્રે 9:30 કલાકે માંડલું(જાગરણ) તેમજ તા.15ને શુક્રવારના રોજ સવારે થાંભલી વધામણાં કરવામાં આવશે. જેનો ભક્તોએ લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text